છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પી.આઇ. બી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ દેશી દારૂના વેપલાને અટકાવવા સક્રિય બની વાંકાનેર આજુબાજુથી પસાર થતી દેશી દારૂ ભરેલી કારને ઝડપી સક્રિય કામગીરી કરી રહી હોય, દરમ્યાન આજરોજ વહેલી સવારે નેશનલ હાઇવે પરથી વધુ એક મહિન્દ્રા ટી.યુ.વી. કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બાઉન્ટ્રી તરફ વાંકાનેર આવતી એક દેશી દારૂ ભરેલ મહિન્દ્રા ટીયુવી કાર નં. GJ 03 JC 6751 ને નેશનલ હાઇવે પર યક્ષપુરૂષનગર ગામ પાસે રોકી તલાસી લેતા કારમાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે કાર તથા દેશી દારૂ સહિત કુલ રૂ. 6.15 લાખાન મુદ્દામાલ સાથે કાર ચાલક શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા (રહે. નળખંભા, થાનગઢ)ને ઝડપી લીધો હતો. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે દશરથભાઈ રમેશભાઈ કણજરીયા (રહે. સામતપર, સાયલા) અને મંગાવનાર ઈશીદ ઉર્ફે ભુરો (રહે. મોરબી)નું નામ ખુલતા તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….