વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ ગોઠવી ચોટીલા તરફથી વાંકાનેર બાજુ દેશી દારૂનો જથ્થો ભરી આવતી એક કાળા કલરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતાં, કાર ચાલકે પોતાનું વાહન વાંકાનેર તરફ હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં કારનો પીછો કરી વાંકાનેરના હાઇવે જીનપરા જકાતનાકા ખાતે કારને રોકાવી તલાશી લેતા,
તેમાંથી 525 લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૦૫,૦૦૦)નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા (ઉ.વ. ૨૮, રહે. શોભેશ્વર રોડ, મોરબી) અને રાજુભાઈ જયંતિલાલ કગથરા (ઉ.વ. ૩૫, રહે. નિલકમલ સોસાયટી, મોરબી)ને દેશી દારૂ, કાર તથા બે મોબાઈલ સહિત કુલ રૂ. 5,15,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….