વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના રંગપર ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હાઇવે પરથી પસાર થતી દેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ વાહન સાથે એક ઈસમને રૂ. 6.12 લાખના મુદ્દામાલ ઝડપી પાડી આ ગુનામાં અન્ય બે ઈસમોનું નામ ખુલતાં ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના સ્ટાફને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાંકાનેરના રંગપર ગામના પાટીયા પાસે હાઇવે પર વોચ ગોઠવી બાઉન્ડ્રી તરફથી આવતાં બોલેરો પીકઅપ નં GJ 13 AX 3127 ને રોકી તલાસી લેતા બોલેરોના ઠાઠામાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બોલેરો ચાલક નરેશભાઈ રામાભાઈ ડામોર (રહે. મોટી મોલડી, તા. ચોટીલા)ને દેશી દારૂ, બોલેરો તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. 6,12,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે અરવિંદભાઈ લાલજીભાઈ ઓતરાડીયા (રહે. ચિરોડી, તા. ચોટીલા) તેમજ જથ્થો મંગાવનાર તરીકે ડીમ્પલબેન (રહે. મોરબી) નું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….