Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચંદ્રપુર ગામના યુવાનને માર્ગ અકસ્માતના બનાવમાં વિમા કંપનીને રૂ.70.62 લાખનું વળતર...

    વાંકાનેરના ચંદ્રપુર ગામના યુવાનને માર્ગ અકસ્માતના બનાવમાં વિમા કંપનીને રૂ.70.62 લાખનું વળતર ચૂકવવા હુકમ કરતી કોર્ટ….

    વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની ફરિયાદી નવાઝશરીફ હનિફભાઈ કડીવાર સાથે ગત તા. 09-10-2019ના રાત્રીના મોરબી-વાંકાનેર હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક લઇને પસાર થતાં ફરિયાદીને પુરઝડપે આવતાં ટ્રક નં. GJ 24 X 0850ના ચાલકે બેદરકારીપૂર્વક પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં ફરિયાદી નવાઝ શરીફને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે પ્રથમ બાદ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય, જેમાં ફરીયાદીને ડાબા પગમાં ગંભીર ઇજાઓ થતાં કાયમી રીતે અપંગ બન્યા છે,

    ત્યારે આ મામલે અરજદાર દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ રાજકોટ સ્થિત મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાં દાવો કરવામાં આવ્યો હતો જે કેસમાં તમામ પુરાવા અને દલીલો બાદ નામદાર કોર્ટે ટ્રકના ચાલકની બેદરકારી સાબિત માની ટ્રકના માલિક તથા વીમા કંપનીને જવાબદાર ઠેરવી કુલ રૂ. 70,62,766/- નું વળતર ફરિયાદીએ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર તરફેથી વકીલ તરીકે વાંકાનેરના એડવોકેટ ફરીદ મદની એ. પરાસરા રોકાયેલ હતા….

                       એડવોકેટ ફરીદમદની પરાસરા

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!