વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ચિત્રાખડા ગામની સીમમાં વાડીએ આવેલ રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી જુગારના પટમાંથી પાંચ લાખ કરતાં વધારેની રોકડ રકમ સહિત કુલ રૂ. 13.26 લાખના મુદ્દામાલ સાથે છ પત્તાપ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પીઆઇ બી. વી. પટેલને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે ચિત્રાખડા ગામની ખાડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ આરોપી ભગવાનજીભાઈ જેજરીયાની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા ૧). ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઈ સવશીભાઈ જેજરીયા (રહે. ચિત્રાખડા), ૨). ચાપરાજભાઈ કાનાભાઈ માલા (રહે. વેલાળા, તા. થાન),
૩). રાજેશભાઈ શાંતિદાસ દેસાણી (રહે. વગડીયા, તા. મુળી), ૪). સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા (રહે. નવાગામ, તા. થાનગઢ), ૫). શામજીભાઈ કાળુભાઈ દેથરીયા (રહે. રામપરા, તા. થાન) અને ૬). ઉદયભાઇ સોમલાભાઈ ખાચર (રહે. વેલાળા, તા. થાનગઢ)ને રૂ. ૫,૮૫,૫૦૦ ની રોકડ રકમ, રૂ. ૯૫,૫૦૦ ની કિંમતના મોબાઇલ, રૂ. ૩,૪૫,૦૦૦ ની કિંમતના બાઇક, એક બોલેરો સહિત કુલ રૂ. 13,26,000 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….