આ તો કેવો વિકાસ : એક તરફ ગ્રાઉન્ડમાં રમતા યુવાનો તો બીજી તરફ ભણવાની ઉંમરમાં દેશી દારૂનું વેચાણ કરવા મજબૂર સગીર બાળક….
મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન દારૂનું દુષણ વધી રહ્યું છે, જેને ડામવામાં પોલીસની નબળી કામગીરી સ્પષ્ટ પુરવાર થઈ રહી છે, ત્યારે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર દરીયાલાલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ જાહેરમાં કોઈપણ પ્રકારના પોલીસના ડર કે ખોપ વગર એક સગીર બાળક દ્વારા દેશી દારૂની પોટલીનું વેચાણ કરવામાં આવતું હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઈવે પર આવેલ દરિયાલાલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક સગીર બાળકના હાથે બુટલેગરો દ્વારા દરરોજ સાંજના સમયે આજુબાજુના પ્યાસીઓ માટે દેશી દારૂની પોટલીનું વેચાણ કરવામાં આવતું હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ મામલે પોલીસની નબળી કામગીરી વચ્ચે ભણવાની ઉંમરમાં બાળકોના હાથે દેશી દારૂનું વેચાણ કરાવતા નર પિશાચ બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિડીયો વાયરલ થયા બાદ બાળકોને ભણવાની ઉંમરમાં દેશી દારૂના ધંધે લગાડના બુટલેગરો સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ ?
વિડિયો જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો….👇🏻👇🏻👇🏻
YouTube : https://youtube.com/shorts/8SvS2B3PI4Q?feature=share
Facebook : https://www.facebook.com/share/v/1B2j3a51ET/
Instagram : https://www.instagram.com/reel/DOGWDMjk-cr/?igsh=MTJvZHB6cmhyYW10Mg==
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t