ગઇકાલે ગુરુવારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર શહેરના જીનપરા ચોક ખાતે ભારત વિકાસ પરિષદ, ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ, અનકુવરબાધામ-રાતીદેવરી તથા ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ-ભાટીયા સોસા. દ્વારા દાતાઓના સહયોગથી ચકલી ઘર, પાણીના કુંડા તથા ફુલ છોડનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમમાં વિદ્યાભારતીના પુર્વ છાત્ર અને મુખ્ય દાતા અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસીયા તથા અન્ય દાતા જીતુભા ઝાલાના સહયોગથી નાગરિકોમાં 5000 થી વધુ ચકલી ઘર, 1100 માટીના કુંડા (મનસુખભાઈ પ્રજાપતિ-મીટ્ટીકુલ તરફથી) રાહતદરે વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 600 જેટલા ફુલ છોડ તેમજ પ્લાસ્ટિક હટાવો, ધરતી બચાવોના સૂત્રને સાર્થક કરતા 100 થી વધારે કપડાંની થેલીઓ અને ઓર્ગેનિક વસ્તુઓ તેમજ સ્વદેશી વસ્તુઓનું વિતરણ રાજ મોબાઈલના નવા હોલ ખાતેથી કરવામાં આવ્યું હતું…
આ તકે ભુપતભાઈ છૈયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 13 વર્ષથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે, જેમાં શહેરીકરણ અને આધુનિક જીવનશૈલીના કારણે ચકલીની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં વાંકાનેરના ફોરેસ્ટ ઓફિસર મોનીકાબેન કચોટ પઢ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઇ છૈયા, રવિભાઈ લખતરીયા, ચેતનભાઈ ભીંડોરા, મહાવિરસિંહ ઝાલા, મયુરભાઈ ઠાકર, જતીનભાઈ ભીંડોરા તથા વિદ્યાભારતીના વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી લોકોએ ચકલીઓના સંરક્ષણ માટે સહિયારો પ્રયાસ કરવાનો સંકલ્પ લેવાયો હતો….