Saturday, March 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે CBDC યોજનાનું અમલીકરણ શરૂ, 31 માર્ચ સુધી...

    વાંકાનેર તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે CBDC યોજનાનું અમલીકરણ શરૂ, 31 માર્ચ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત…

    ભારત સરકારના સહયોગથી સમગ્ર ગુજરાત રાજ્યમાં CBDC (Central Bank Digital Currency) યોજનાનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકાયા બાદ હવે મોરબી જિલ્લામાં પણ આ યોજના અમલમાં મુકાઈ છે. જેના અંતર્ગત વાંકાનેર તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકો માટે નોંધણી અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…

    આ યોજના અંતર્ગત લાભાર્થીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે…

    કેટેગરી – 1 (વાઈટ લિસ્ટિંગ થયેલ લાભાર્થીઓ)
    જે લાભાર્થીઓના આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં એક જ મોબાઈલ નંબર લિંક થયેલો છે, તેમને PNB બેંક દ્વારા વાઈટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આવા લાભાર્થીઓએ પોતાનો સ્માર્ટફોન (આધાર સાથે લિંક કરાયેલ SIM કાર્ડ સાથે) લઈને ગામ સ્તરે કાર્યરત VCE (Village Computer Entrepreneur) અથવા BC (Business Correspondent) પાસે જઈ ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે.

    કેટેગરી – 2 (વાઈટ લિસ્ટિંગ ન થયેલ લાભાર્થીઓ)
    જેઓનું વાઈટ લિસ્ટિંગ થયું નથી તેઓએ પહેલા જરૂરી સુધારાઓ કરાવવા પડશે.

    આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નોંધાયેલ ન હોય તો નજીકના આધાર સુધારણા કેન્દ્ર, CSC સેન્ટર અથવા પોસ્ટ ઓફિસ ખાતે જઈ મોબાઈલ નંબર લિંક કરાવવો..

    રેશનકાર્ડમાં મોબાઈલ નંબર નોંધાયેલ ન હોય તો MyRation App દ્વારા તે જ નંબર રેશનકાર્ડમાં લિંક કરી E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.

    નવી વ્યવસ્થા મુજબ હવે એક મોબાઈલ નંબર એકથી વધુ રેશનકાર્ડમાં નોંધાવી શકાશે નહીં….

    લાભાર્થીઓએ પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાંથી “PNB Digital Rupee” એપ ડાઉનલોડ કરી તેમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ VCE અથવા BC મારફતે ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

    સરકાર દ્વારા જણાવ્યા મુજબ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. તેથી વાંકાનેર તાલુકાના તમામ રેશનકાર્ડ ધારકોને સમયમર્યાદામાં પોતાની ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરવામાં આવી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!