વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઇવે પર આજરોજ બપોરના સમયે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે, જેમાં બુલેટ અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે સર્જાયેલ ભીષણ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પરથી પસાર થતા એક બુલેટ અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં મનદીપસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર ૩૭, રહે. ગોકુલનગર, વાંકાનેર) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે આ બનાવમાં અન્ય બાઇકમાં સવાર કિશનભાઈ રાજેશભાઈ કકડ (ઉંમર ૨૫) તથા મિહીરભાઈ અશ્વિનભાઈ પોપટ (ઉંમર ૨૩)ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાંથી તેમની ગંભીર સ્થિતિને પગલે વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે…



