Friday, March 14, 2025
More
    Homeમુખ્ય સમાચારઆવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : મોરબી જિલ્લામાં તમામ તૈયારી પૂર્ણ કરતું વહીવટી...

    આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : મોરબી જિલ્લામાં તમામ તૈયારી પૂર્ણ કરતું વહીવટી તંત્ર, 22,844 છાત્રો બોર્ડની પરીક્ષા આપશે…

    ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને આનુસંગિક તૈયારીઓ અને ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે….

    મોરબી જિલ્લામાં ધો.10 એસ.એસ.સી. બોર્ડના કુલ 13,829 વિદ્યાર્થીઓ અને ધો.12 એચ.એસ.સી.માં સામાન્ય પ્રવાહના 4 કેન્દ્રોના 27 બિલ્ડીંગમાં 7236 વિદ્યાર્થીઓ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 3 કેન્દ્રો 8 બિલ્ડીંગમાં કુલ 1779 વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આવવા સુસજ્જ બન્યા છે. આ રીતે મોરબી જિલ્લાના ધો. 10, 12 બોર્ડના 17 કેન્દ્રો પર 86 બિલ્ડીંગમાં કુલ 22,844 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ બોર્ડની પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટર ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓએ પરીક્ષાઓની તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે….

    મોરબી જિલ્લામાં પરિશિષ્ટ મુજબ નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોની યાદી…

    મોરબીમાં બોર્ડના પરિક્ષા કેન્દ્રોની યાદી….

    એમ.પી. શેઠ ગર્લ્સ સ્કૂલ,
    દોશી એન્ડ ડાભી હાઇસ્કૂલ,
    ઉમા વિદ્યાલય,
    ક્રિષ્ના સ્કૂલ,
    જ્ઞાનપથ વિદ્યાલય,
    સાર્થક વિદ્યાલય,
    નિર્મલ વિદ્યાલય,
    નવયુગ વિદ્યાલય,
    તપોવન વિદ્યાલય,
    ગીતાંજલી વિદ્યાલય,
    ઓમ શાંતિ ઇ. મિ સ્કૂલ,
    રાંદલ વિદ્યાલય,
    ઓમ શાંતિ વિદ્યાલય,
    સેંટ મેરી વિદ્યાલય,
    અભિનવ વિદ્યાલય,
    યોગી વિદ્યાલય,
    ધી વી.સી. ટેક સ્કૂલ,
    સ.વ.પ. કન્યા વિદ્યાલય,
    ડી.જે.પી. કન્યા વિદ્યાલય,
    નીલકંઠ વિદ્યાલય

    વાંકાનેરમાં બોર્ડના પરિક્ષા કેન્દ્રોની યાદી….

    કે.કે.શાહ વિદ્યાલય,
    મોહેજે મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ,
    નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ,
    સંસ્કૃતિ વિદ્યાલય,
    મોડર્ન સ્કૂલ,
    એલ.કે.સંઘવી વિદ્યાલય,
    અમરસિંહજી વિદ્યાલય…

    પીપળીયા રાજમાં મોડર્ન વિદ્યાલય..

    સિંધાવદરમાં એસ.એમ.પી હાઇસ્કૂલ …

    ચંદ્રપુરમાં મહમદી લોકશાળા યુનિટ ૧, મહમદી લોકશાળા યુનિટ ૨ અને ગેલેક્સી હાઇસ્કૂલ,

    ટંકારામાં બોર્ડના પરિક્ષા કેન્દ્રોની યાદી….

    ઓરપેટ કન્યા વિદ્યાલય,
    એમ.પી.દોશી વિદ્યાલય,
    આર્ય વિદ્યાલય,
    સરદાર પટેલ વિદ્યાલય,
    દેવકુંવર શૈક્ષણિક સંકુલ,
    લાઈફ લિંક્સ વિદ્યાલય,

    જેતપરમાં સી.એમ.જાકાસણીયા હાઇસ્કૂલ અને મહર્ષિ તપોવન વિદ્યાલય…

    હળવદમાં બોર્ડના પરિક્ષા કેન્દ્રોની યાદી….

    મંગલમ વિદ્યાલય,
    સદભાવના વિદ્યાલય,
    નાલંદા વિદ્યાલય,
    નવનિર્માણ વિદ્યાલય,
    તક્ષશિલા વિદ્યાલય,
    મહર્ષિ ગુરુકુળ વિદ્યાલય,
    સરદાર પટેલ વિદ્યાલય,
    ભક્તિ વિદ્યાલય,
    એન.જે.દવે હાઇસ્કૂલ,
    વિવેકાનંદ વિદ્યાલય,
    સાંદિપની વિદ્યાલય,
    ઉમા કન્યા વિદ્યાલય.

    ચરાડવામાં વજેન્દ્ર માધ્યમિક શાળા અને બ્રિલિયન્ટ વિદ્યાલય

    પીપળીમાં વિનય વિદ્યા મંદિર, સત્યસાંઈ વિદ્યા મંદિર અને વિનય સાયન્સ સ્કૂલ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!