Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભોજપરા ગામે વાદી વસાહતમાં પુનઃ બઘડાટી બોલી, 14 શખ્સો વિરુદ્ધ ગુનો...

    વાંકાનેરના ભોજપરા ગામે વાદી વસાહતમાં પુનઃ બઘડાટી બોલી, 14 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો…‌‌.

    વાદી વસાહતમાં મંદિર મામલે થયેલ જુના ઝઘડાના બાબતે બે પક્ષો બાખડ્યા, બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ….

    વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ વાદી વસાહતમાં માતાજીના મંદિર મામલે અગાઉ ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી પુનઃ બે પક્ષો વચ્ચે લાકડી, ધોકા, પાઇપ, છરી સાથે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા ગામે ખાતે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી વિજયનાથ પોપટનાથ બામણીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). બહાદુરનાથ સુરમનાથ પરમાર, ૨). જલાનાથ બોળાનાથ પરમાર, ૩). જાનનાથ સુરમનાથ પરમાર, ૪). રોબરનાથ સુરમનાથ પરમાર, ૫). કરશનનાથ પોપટનાથ પરમાર અને ૬). પોપટનાથ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો આરોપીઓ સાથે ઝઘડો થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી પર હુમલો કરી માર માર્યો હતો…

    જ્યારે આ બનાવની સામાપક્ષે ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી જોગનાથ કાળુનાથ પરમારએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ૨). ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા, ૩)ધરમનાથ ભોટનાથ, ૪). કેશનાથ કાનનાથ બાભણીયા, ૫). કરશનનાથ કાનનાથ બાભણીયા, ૬). ભુપતનાથ મીરખાન બાભણીયા, ૭). ગોરખનાથ કાનનાથ બાભણીયા અને ૮). રમતુનાથ ગોરખનાથ બાભણીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને વાદી વસાહતમાં માતાજીનાં મંદીર બાબતે આરોપીઓ સાથે થયેલ અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી, લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!