વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં થોડા દિવસો પહેલા એક મિનરલ્સ પ્લાન્ટમાંથી થયેલ લાખો રૂપિયાના કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસે ચોરીમાં સંડોવાયેલ ચાર શખ્સોને 54 કિલો બાળેલા તાંબાના વાયર સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ ‘ગુરૂકૃપા મિનરલ્સ’ નામના ગળદા (બેલા પથ્થર) ના પ્લાન્ટમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અજાણ્યા શખ્સોએ પ્લાન્ટમાંથી ૮૦૦ મીટર પટ્ટી કેબલ વાયર તેમજ પાવર સપ્લાયના ૮ જેટલા સ્ટાર્ટર મળીને કુલ રૂ. 1.94 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બનાવની ગંભીરતા નોંધતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પોલીસે ચોક્કસ ખાનગી બાતમી અને સઘન તપાસના આધારે ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી ૧). વાસુદેવભાઇ રમેશભાઇ દેગામા (ઉ.વ. ૨૩, રહે. મકનસર, મોરબી), ૨). મનજીભાઇ ઉર્ફે શક્તિભાઇ મંગાભાઇ થરેસા (ઉ. વ. ૩૦, રહે. મકનસર, મોરબી), ૩). કનૈયાલાલ મગનાલાલજી રેગર (રહે. હાલે સરતાનપર રોડ, વાંકાનેર) અને ૪). ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (ઉ.વ. ૫૫, રહે. ઢુવા ચોકડી, વાંકાનેર)ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી ચોરી કરીને બાળી નાખેલ 54 કિલો તાંબાના વાયરના ગુંચળા જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




