
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ નદીમાં કાંઠે ગયેલ યુવાનો પગ અચાનક લપસી જતા યુવાન નદીના પાણીમાં ગરકાવ થતાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયતી જાંબુડીયા ગામની સીમમાં જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦, રહે. ઠક્કરબાપાનગર, અમદાવાદ) નામનો યુવાન નદીના કાંઠે ગયેલ હોય, ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા યુવાન નદીમાં પડી જતા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




