મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી એક ઇસમને ૮૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય એક શખ્સ હાજર નહીં મળી આવતાં તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ મહાવીરસિંહ ઘનુભા ઝાલાની વાડીની બાજુમાં નદીના કાંઠે ખરાબમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી આરોપી કવરામ હુકમારામ જાટ (હાલ રહે. ભાયાતી જાંબુડીયા, મુળ રહે. રાજસ્થાન)ને દારૂ બનાવવાનો ૧૬૦૦ લીટર ઠંડો આથો તથા ૨૦૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૮૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આ બનાવમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપી મહાવીરસિંહ ઘનુભા ઝાલા સ્થળ પર હાજર નહીં મળી આવતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47