વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેર નજીક ભાટિયા સોસાયટીના નાકા પાસેથી પોલીસે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી સદામ અલાઉદીનભાઈ અંસારી (ઉ.વ. ૨૯, રહે.ભાટિયા સોસાયટી) અને મુકેશભાઈ મનુભાઈ કુમખાણીયા (ઉ.વ. ૪૦, રહે.જીનપરા)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 3,880ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ દરોડા દરમિયાન અન્ય આરોપી સંજય દેવકરણભાઈ ડેડાણીયા (રહે.જીનપરા) નાસી જતાં ત્રણેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટીના નાકા પાસેથી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા બે ઝડપાયા, એક ફરાર…
RELATED ARTICLES