વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હોય, ત્યારે વાંકાનેરની ભાટીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાટીયા-ચંદ્રપુરના પુર્વ સરપંચ અને છેલ્લા 30 વર્ષથી રાજકીય અને જાહેર જીવનમાં સક્રિય એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ દરેક વોર્ડમાં મજબૂત ઉમેદવારો સાથે સમગ્ર પેનલ મેદાનમાં ઉતારી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે….
પુર્વ સરપંચ પેનલ દ્વારા ભાટીયા તથા ગુલશન પાર્ક વિસ્તારમાં ખાનગી રેસિડેન્સ સોસાયટીઓને પંચાયત હસ્તક લેવા, સમગ્ર વિસ્તારમાં સીસી રોડ, ભુગર્ભ ગટર, પેવર બ્લોકના કામો, નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નવી આંગળવાડી, પિવા માટે નર્મદાનું પાણી, નવા બોરવેલ, પાણી સ્ટોરેજ ટેન્ક, સ્ટ્રીટ લાઇટ સહિતના વિકાસ કામોના અગાઉ કરાયા હોય અને આગામી સમયમાં પણ વધુને વધુ વિકાસ કામો શક્ય બને તે માટે સમગ્ર ભાટીયા-ગુલશન વિસ્તારને ફરી વળવા આયોજન કરવામાં આવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA