
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રહેતા દંપતિના ઘરે જઈ ચાર ઇસમોએ હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકે ચાર ઇસમો વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી સઈદાબેન સલીમભાઈ લોલાડીયા (ઉ.વ. ૫૬, રહે. ભાટીયા સોસાયટી)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). શરીફભાઈ હનીફભાઈ પાયક, ૨). શરીફભાઈનો સાળો અદનાન, ૩). ચંદ્રપુરનો ખાટકી તથા ૪) એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રાત્રીના અચાનક ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા તેના પતિ સલીમભાઈ પર હુમલો કરી બંને દંપતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આ મામલે સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



