Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના ભરવાડપરામાં રહેતી પરિણીતાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત....

    વાંકાનેર શહેરના ભરવાડપરામાં રહેતી પરિણીતાએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત….

    વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના ભરવાડપરા શેરી નં. ૭ ખાતે રહેતા રૂપલબેન અવધભાઈ સરૈયા (ઉં.વ. ૨૫)એ ગત તા. ૨૩ના રોજ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું, જેમાં એસિડના કારણે પરણિતાને ગંભીર અસર તથા ઝાડા-ઉલટી શરૂ થતાં તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું….

    આ બનાવ અંગેની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે બનાવની અકસ્માત મૃત્ય નોંધી કરી આગળની તપાસ શરૂ કરી છે કે પરિણીતાએ ક્યાં સંજોગોમાં અને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!