વાંકાનેર શહેરમાં જલ સેવા એ જ પ્રભ સેવા સૂત્રને સાર્થક કરવા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શહેરમાં ચાર જાહેર સ્થળોએ “અર્હમ જલ સેવા’ નો પ્રારંભ કરાયો છે, જ્યાં આગામી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ઠંડા પાણીની તરસ સંતોષવાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવશે…
માનવ સેવાના નેમ સાથે શરૂ થયેલા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોક સેવાનો પ્રારંભ કરી સાચા અર્થમાં વટેમાર્ગુઓ, વાહનચાલકો તથા રાહદારીઓને સરકારી કચેરીઓ, હાઈવે પર તથા શહેરના અલગ અલગ સ્થળોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીથી રાહત મળે તે માટે સેવા સદન, જીનપરા જકાતનાકા, વઘાસીયા ટોલ પ્લાઝા તથા લિમડા ચોકમાં અર્હમ જલ સેવાનો પ્રારંભ કરાયો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm