મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા આજરોજ વાંકાનેરના ગેલેક્સી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-2025 નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોય, જેમાં ગેલેક્સી સ્કૂલ-ચંદ્રપુરના વિદ્યાર્થીઓ દ્વારા સહકાર સંલગ્ન ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી…
આ તકે કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન શકીલએહમદ પીરઝાદા, હરદેવસિંહ જાડેજા (પ્રમુખ, ખરીદ-વેચાણ સંઘ, વાંકાનેર), ઈરફાન પીરઝાદા (ડિરેક્ટર, GCCSL), મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરીના ઉત્તનભાઈ સોમપુરા, સોસાયટીના એમ.ડી. અબ્દુલભાઈ બાદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સહકારી ક્ષેત્રની ઝાંખી રજૂ કરી હતી…