વાંકાનેર તાલુકાના પાડધરા-મકતાનપર રોડ પર આણંદપર ગામના પાટીયા નજીકથી પુર ઝડપે પસાર થતા એક હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 36 AQ 5502 ના ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક રાહુલ બેચરભાઈ ધેણોજા (ઉ.વ. ૨૬, રહે. નવાપરા, વાંકાનેર) ગામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર તાલુકાના આણંદપર ગામના પાટીયા નજીક બાઇક સ્લીપ થતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત….
RELATED ARTICLES