
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ અમરસર ગામની સીમમાં ગાયત્રી માતાજીના મંદિરના ઢાળ પાસેથી આરોપી વિશાલભાઈ નાનજીભાઈ સીતાપરા (ઉ.વ.૨૫, રહે. અમરસર) અને મુરાદભાઈ ઉર્ફે જીવણભાઈ મનોજભાઈ વિકાણી (ઉ.વ. ૨૪, રહે. નવી રાતીદેવળી)ને 35 લીટર દેશી દારૂ તથા 300 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો સહિત કુલ રૂપિયા 14,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને ઈસમો વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે…




