વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં ઘર પાસે ગાળો બોલતા ઇસમોને ગાળો બોલવાની ના પાડતા છ આરોપીઓએ મળી ભાઇ-બહેન અને પિતા પર હુમલો કરી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં છ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગર શેરી નં. ૦૩માં રહેતા વૈશાલીબેન મહેશભાઈ રાઠોડએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). મહેશભાઇ મનુભાઇ સોલંકી, ૨). મનુભાઇ નથુભાઇ સોલંકી, ૩). પ્રકાશભાઇ મનુભાઇ સોલંકી, ૪). અમ્રુતભાઇ નથુભાઇ સોલંકી (રહે. આંબેડકનગર), ૫). જયાબેન મનુભાઇ સોલંકી અને ૬). શીતલબેન મનુભાઇ સોલંકી (રહે. મહાવીરનગર, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા આરોપીઓને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદી તથા સાહેદ ભાઇ અને પિતા પર હુમલો કરી ઢીકા પાટુ અને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડતા આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે….



