વાંકાનેર તાલુકાના અમરસર ગામના રહેવાસી ખોળાભાઈ હરજીવનભાઈ ચાવડાના રહેણાંક મકાન અને આજુબાજુના વિસ્તારમાં લાંબા સમયથી ગંદકીના ગંજ, કીચડ તથા ગટરના પાણી ભરવાના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, જેથી આ સમસ્યાથી મુક્તિ માટે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા અગાઉ અનેક વખત સ્થાનિક ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતા આ વિસ્તારના નાગરિકોને લાંબા સમયથી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવન પસાર કરવા મજબૂર થવું પડે છે, જેથી આ મામલે તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે…..