વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરની અમરસર ફાટક પાસેથી એક ઈસમને ચોરાયેલ રિક્ષા સાથે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા આરોપી ચોરીની કુટેવ ધરાવતો હોય જેની સામે અલગ અલગ પોલીસ મથકોમાં ચોરીના 12 ગુનાઓ નોંધાયેલા હોય, જેથી પોલીસે આરોપીની અટકાયત કરી અમદાવાદ તથા મોરબીથી ચોરાયેલ બે રીક્ષાના ગુનાને ઉકેલ્યા છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના રાજકોટ રોડ પર અમરસર ફાટક પાસેથી ચોરીની કુટેવ ધરાવા આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ગોવિંદભાઈ પરમાર (રહે. જોડીયા, તા.જી. જામનગર, મુળ રહે. વાઘગઢ, તા. ટંકારા)ને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા આરોપીએ તાજેતરમાં મોરબી નગર દરવાજા પાસેથી સીએનજી રીક્ષા નં. GJ 27 TE 8072 તેમજ
અમદાવાદ કારંજ પોલીસ મથક વિસ્તારમાંથી ઓટો રીક્ષા નં. GJ 03 W 4952 ની ચોરી કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે આરોપીની બે રીક્ષા સહિત કુલ રૂ. 1,95,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં 12 નાના-મોટા ગુના નોંધાયા હોવાથી ઇસમ રીઢો ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે….