વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે પૂજનીય પિતૃ પુરુષ સ્વ. તખતસિંહજી મેપજીભાઈ જાડેજાના સમાજ ઉપયોગી કાર્યો અને લોકસેવાને ધ્યાનમાં રાખી ગ્રામજનો અને જાડેજા પરિવાર દ્વારા તેમની પ્રતિમાની વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હોય, આ સાથે જ તેમના પૌત્ર અને સમાજના વરિષ્ઠ આગેવાન શ્રી દિલાવરસિંહના 77માં જન્મદિવસની પણ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી…
આ તકે શ્રી તખ્તસિંહજીના જીવનમૂલ્યો, નૈતિકતા અને એમના દ્રષ્ટિકોણ વિશે મોભીઓ દ્વારા ઉદબોધનો રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રતિમા અનાવરણથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં અગાભી પીપળીયાના ગ્રામજનો, વિવિધ ક્ષેત્રના સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….
આ સાથે જ આ તકે સ્વ. તખ્તસિંહજીના પૌત્ર અને વરિષ્ઠ આગેવાન શ્રી દિલાવરસિંહજીના 77માં જન્મ દિવસની પણ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાના પ્રયત્નો અને પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1