વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાજકોટ રોડ પર ગોકુળનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર દરોડો પાડી ચાર મહિલા સહિત નવ પત્તા પ્રેમીઓને રૂ. 1,22,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ ગોકુળનગર વિસ્તારમાં વૃંદાવન સોસાયટી રાધિકા એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ જીજ્ઞેશભાઈ કારીયાના રહેણાંક મકાનમાં મકાન માલિક દ્વારા નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોય, જેના પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા, ભરતભાઈ મેહુલભાઈ ઝાપડા, આબીદભાઈ હુસેનભાઇ સંધી, હિનેશભાઈ રણછોડભાઈ માણસુરીયા, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી, શિલ્પાબેન કમલેશભાઈ મકવાણા, લલીતાબેન રતિલાલ અઘોલા અને ઇંદુબા ટપુભા જેઠવાને તિનપતીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 1,22,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….