અણઘડ વહીવટનો બેનમુન દાખલો : પાંચ દિવસથી મુખ્ય માર્ગ પર પડેલ ગાબડું પુરવા તંત્ર પાસે સમય નથી…
વાંકાનેર શહેરના નાગરિકો અંધેરી નગરીમાં વસવાટ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે, જે વાતને સાર્થક પુરવાર કરતો દાખલો શહેરના પ્રતાપ રોડ પર ભમરીયા કુવા નજીકથી સામે આવ્યો છે, જેમાં અહીં પાંચ દિવસ પૂર્વે સતત ટ્રાફિકથી ધમધમતા એવા મુખ્ય રોડ પર પડેલા મસ મોટા ગાબડાને પુરવા માટે તંત્રને આજ સુધી સમય ન મળતાં શેરીજનોને ભારે હલાકી ભોગવી પડી રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં આ મસ મોટા ગાબડામાં પાંચથી વધારે વાહનો ફસાયા હોય જેને જેસીબી મશીન ની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મસ મોટુ ગાબડું સર્જાયા ના તાત્કાલિક બાદ સમસ્યાની ગંભીરતા દર્શાવતા મિડિયા અહેવાલ ચક્રવાત ન્યુઝ દ્વારા સૌપ્રથમ પ્રસિદ્ધ કરાયા હોય, જે બાદ પણ અનેક અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં પણ જવાબદાર પાલીકા તંત્ર પાસે આ ગાબડાને પુરવા માટે સમય ન મળતા, અગાઉ બેથી ત્રણ વાહનો ફસાયા બાદ આજરોજ સોમવારે વહેલી સવારે વધુ એક આઇસર ટ્રક અહીં ફસાયો હોય જેને બહાર કાઢ્યા બાદ હાલ બપોરના સમયે અહીંથી પસાર થતું વધુ એક બોલેરો પીકઅપ વાહન ખાડામાં ફસાયુ છે, હવે જોવાનું રહ્યું કે અંધેરી નગરીમાં વાસ કરતા વાંકાનેર પંથકના નાગરિકોની આ સમસ્યાનો હલ કેટલા મહિનાઓ બાદ આવે છે…