રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025-26 સ્પર્ધાનું આયોજન ગઇકાલે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર ખાતે કરવામાં આવ્યું હોય, જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બાળકો વચ્ચે વકતૃત્વ, ગઝલ શાયરી, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, ગરબા, રાસ, દુહા, છંદ ચોપાઈ, લગ્નગીત, સમૂહ ગીત, સુગમ સંગીત, કથ્થક નૃત્ય સહિતની સ્પધૉઓ યોજાઇ હતી..
આ સ્પર્ધાઓમાં વાંકાનેરની એસ.એમ.પી હાઈસ્કૂલ-સિંધાવદરની બહેનોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ગરબામાં તૃતીય ક્રમ, વક્તૃત્વમાં વકાલીયા સુરમીનબાનું ગુલાબભાઈએ તૃતીય ક્રમ, લગ્નગીતમાં કડીવાર મહેક નિઝામુદ્દીનએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા થનાર બહેનોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, બી. એસ. નાકિયા દ્વારા પ્રમાણપત્રો આપીને અભિનંદન પાઠવ્યા હતા….