સાથણીની જમીનની ખરીદી બાદ માપણી વાંકે લાંબા સમયથી ચાલતા વિવાદમાં ગ્રામજનો ભડક્યા, 12 વિઘાનો કપા તાંણી નાખતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી….
વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે લાંબા સમયથી ગામના ખરાબામાં ખેડૂતને મળેલ સાથણીની જમીન મામલે વિવાદ ચાલતો હોય, જેમાં ગ્રામજનો દ્વારા અહીં શાળા બનાવવા માટે જગ્યાની માંગ કરવામાં આવતી હોય, જેની સામે ખેડૂત દ્વારા પોતે આ જમીનની ખરીદી કરી ખેતી કરતાં હોય, ત્યારે આ મામલે ભડકેલા ગ્રામજનો દ્વારા ખેડૂતના 12 વીઘા જેટલા કપાસના પાકને તાણી અને નષ્ટ કરી નાંખતા આ મામલે ખેડૂત દ્વારા 10 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા ખેડૂત કિશનભાઇ માધાભાઈ રંગપરા (ઉ.વ. ૨૫)ના દાદાએ વીસ વર્ષ પુર્વે સતાપર ગામે ખેડૂતને મળેલ ૧૨.૫ વીઘા જમીનની ખરીદી કરી હોય અને તેમાં ખેતી કરતાં હોય, ત્યારે આ જમીન ખરાબાની હોય અને અહીં ગામની શાળા બનાવવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરી ખેડૂત દ્વારા ગેરકાયદેસર ખરાબામા કબ્જો કરેલ હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરેલ હોય,
ત્યારે લાંબા સમયથી માપણીના અભાવે ચાલતા આ વિવાદ વચ્ચે ભડકેલા ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી ખેડૂત પરિવારને બળજબરીથી ખેતર બહાર કાઢી અલગ અલગ સમયે ખેડૂતોના 12 વીઘા કપાસના પાકને તાણી નાંખી રૂ. 4,00,000 ની નુકસાની પહોંચાડતા આ મામલે ખેડૂત દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). હીરાભાઈ રતાભાઇ, ૨). રસિકભાઈ નાગજીભાઈ, ૩). અજયભાઈ વાલાભાઈ, ૪). સનાભાઇ લવાભાઈ, ૫). કરસનભાઈ લખમણભાઇ, ૬). મનાભાઈ પુજાભાઈ, ૭). કનાભાઇ સોમાભાઈ, ૮). માલાભાઈ લખમણભાઇ ૯). રાજુભાઈ ખીમાભાઈ ૧૦). સંજયભાઈ વાલાભાઈ તથા બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે…