
વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા વર્તમાન શ્રાવણ માસમાં જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય, દરમ્યાન પોલીસે નવાપરા શેરી નંબર ૦૩ ખાતેથી જાહેરમાં જુગાર રમતા રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા, પ્રદીપભાઈ મનસુખભાઈ ઈન્દરીયા, ઋત્વિકભાઈ સુરેશભાઈ બાવળીયા, રાહુલભાઈ હમીરભાઇ ગાંભા અને પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયાને રૂ. 2950ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હોય, જ્યારે બીજા દરોડામાં રાજાવડલા ગામેથી આરોપી કિરીટભાઈ અંબારામભાઈ સરવૈયા અને રાજેશભાઈ જગદીશભાઈ દેત્રોજાને 1000ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા…..




