વાંકાનેર સિટી પોલીસ ટીમના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે એક બોલેરો વાહનમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરી વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જનાર હોય, જેના આધારે પોલીસ દ્વારા વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા ખાતે હાઈવે પર વોચ ગોઠવી અહીંથી પસાર થતા એક બોલેરો વાહન નં.GJ 03 AZ 5217 ને રોકી તલાસી લેતા,
બોલેરોના ઠાઠામાંથી 2500 લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦) નો જથ્થો મળી આવતા આ બનાવમાં પોલીસે બોલેરો ચાલક આરોપી અરવિંદભાઈ વિરજીભાઈ કુવરીયા (ઉ.વ. ૨૭, રહે. જુની ઓરીયન્ટ બેંક પાછળ, ત્રાજપર શેરી નં. ૦૧, મોરબી) ને દેશી દારૂ, બોલેરો વાહન તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. 7,05,000નો મુદ્દામાલ જપ્ત કરી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….