Monday, August 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલય દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 2 કીમી...

    વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલય દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 2 કીમી લાંબી જાગૃતિ રેલી યોજાઇ….

    વાંકાનેરમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી કે.‌ કે. શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા ગઇકાલે વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હોય, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોહરા પહેરી 2 કીલોમીટર લાંબી જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવા, પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો, પક્ષીઓ બચાવો, પાણી બચાવો સહિતના જાગૃતિ નારા સાથે લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો….

    આ રેલી માટે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હોય, જેમાં ફોરેસ્ટ વિભાગમાંથી આરએફઓ મોનિકાબેન, ફોરેસ્ટ સ્ટાફ, ઓમ શાંતિ સેન્ટરમાંથી પૂજ્ય દિદિ તેમજ પોલીસ સ્ટાફ, ટ્રસ્ટી અમરસીભાઈ મઢવી, પ્રિન્સિપાલ, શિક્ષકો સહીતના જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ છૈયા સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!