વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમ દ્વારા વર્તમાન શ્રાવણ માસમાં જુગારીઓ પર ધોંસ બોલાવવામાં આવી રહી હોય, જેમાં પોલીસે દેવીપુજક વાસ, આરોગ્યનગર, નવાપરા તથા ઢુવા ગામે અલગ અલગ ચાર દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 24 પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા….
પ્રથમ દરોડામાં વાંકાનેર સિટી પોલીસે મચ્છુ નદીના કાંઠે દેવીપુજક વાસ માટે જાહેરમાં જુગાર રમતા ૧). દીપકભાઈ કનુભાઈ કડીવાર, ૨). જયપાલભાઈ ઉર્ફે જેકી ભીખુભાઈ કડીવાર, ૩). સુનિલભાઈ ભીખુભાઈ કડીવાર, ૪). વિરુભાઈ ખેંગારભાઈ કડીવાર, ૫). અમિતભાઈ વિજુભાઈ કોડીવાર, ૬). અમરભાઈ ખેંગારભાઈ કડીવાર, ૭). શંકરભાઈ રમેશભાઈ સોલંકી, ૮). મોહનભાઈ અવચરભાઈ લોરીયા, ૯). કલ્યાણભાઈ નવનીતભાઈ કુંઢીયાને 70,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
બીજા દરોડામાં આરોગ્યનગર એસ.ટી. ચોકમાંથી સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ૧). કાનજીભાઈ ઉર્ફે કાનો ભવાનભાઈ ફાંગલીયા અને ૨). ધર્મેશભાઈ ઉર્ફે ધમો જગદીશભાઈ સરવૈયાને રૂ. 2740 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં પોલીસે નવાપુરા ખડી વિસ્તારમાંથી જાહેરમાં તીન પતિનો જુગાર રમતા ૧). સુખદેવભાઈ સીદીભાઈ ચારોલીયા, ૨). અજયભાઈ બચુભાઈ ભોજયા અને ૩). રોહિતભાઈ ભુપતભાઈ આધરોજીયાને રૂ. 2360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
ચોથા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જુના ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે પર બાબા રામદેવ પાસે ભંગારના ડેલા પાછળ જાહેરમાં જુગાર રમતા ૧). પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા, ૨). રવિભાઈ વિરમભાઈ માલકીયા, ૩). રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ, ૪) મુકેશભાઈ કાળુભાઈ ખીંટ, ૫). અજયભાઈ ખોડાભાઈ દેગામા, ૬) પ્રતિકસિંહ જનકસિંહ ઝાલા, ૭). નાસીરભાઈ હુશેનભાઈ શાહમદાર, ૮). ઈમ્તિયાઝભાઈ હુસેનભાઇ શાહમદાર, ૯). સલમાનભાઈ યુસુફભાઈ કાજી અને ૧૦). ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવતને જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 97,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….