
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રમજાન નિઝામુદ્દીનભાઈ નાઇ (ઉ.વ. 15, રહે. મુળ મુસાખાંડ, ચંદ્રોલી, ઉતરપ્રદેશ) નામનો સગીર લેબર કોલોનીની છત પર સુતો હોય, દરમ્યાન રાત્રીના ઉંઘમાંથી ઉઠી બાથરૂમ કરવા જતાં અકસ્માતે છત પરથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….




