
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અમરસર ગામની વડીયા સીમમાં પવનચક્કી પાસે ખરાબની ખુલ્લી જગ્યામાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી ચેતનભાઇ નાનજીભાઈ ગોહેલ અને અરજણભાઇ રવાભાઈ લામકાને રંગેહાથ જુગાર રમતા રોકડ રકમ તથા એક એક્ટીવા બાઇક સહિત કુલ રૂ. 65,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય આરોપી સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા અને અકિલ મતવા પોલીસને જોઇ નાસી જતાં આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




