વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ 1.92 લાખની કિંમતના 11 મોબાઇલ ફોન શોધી કાઢી ડીવાયએસપી સમીર સારડાની ઉપસ્થિતિમાં વાંકાનેર પોલીસ મથક ખાતે અરજદારોને રૂબરૂ બોલાવી તમામ મોબાઈલ ધારકોને મોબાઇલ પરત કર્યા હતા…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના કો. હિતેન્દ્રસિંહ ઝાલા તથા તાલુકા પોલીસના હેડ કો. હંસબેન પાપોદરા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ રાખી 1,92,292 ની કિંમતના 11 જેટલા ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હોય, જેથી તમામ મોબાઇલ ધારકોને આજરોજ વાંકાનેર પોલીસ મથક ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સમીર સારડા તથા સીટી પીઆઇ એચ. એ. જાડેજા તથા તાલુકા પીઆઇ બી. વી. પટેલ દ્વારા તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઇલ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું હતું….