વાંકાનેર વિભાગ હેઠળના વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા, હળવદ અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમો દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજી કુલ 44 કેસો કરી 18.20 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે તા-૧૮ થી ૨૦ સુધીની પ્રોહીબીશન કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હોય, જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી કુલ 44 જેટલા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં ટંકારા -08 અને હળવદ -12 કેસો મળી કુલ 44 કેસોમાં આવ્યા છે….
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ૧૧ કેસોમાં ૭૨૧ દેશી દારૂ લીટર (કિ. ૧,૪૪,૨૦૦) તથા ૫૯ નંગ વિદેશી દારૂ (કિ.૭૯,૯૦૦), વાંકાનેર તાલુકા દ્વારા ૧૩ કેસોમાં ૧૦૩ લિટર દેશી દારૂ લીટર (કિ.૨૦,૬૦૦) તથા ૨૦૨૫ લિટર આથો લીટર (કિ. ૪૪,૭૨૫) તથા 1174 નંગ વિદેશી દારૂની બોટલો (કિ. ૧૫,૦૦,૯૦૦), ટંકારા પોલીસ દ્વારા ૫૦ વિટર દેશી દારૂ (કિ.રૂ-૧૦,૦૦૦) તથા એક બોટલ વિદેશી દારૂ (કિ.૧૦૦) અને હળવદ પોલીસ દ્વારા ૧૦૦ લિટર દેશી દારૂ (કિ.૨૦,૦૦૦) સહિત કુલ રૂ. 18.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે….