વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કે.જી.એન. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સહયોગ વિદ્યાલય ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના સહયોગથી ગત શનિવારે વિદ્યાર્થીઓમાં મેદસ્વિતા નિવારણ વિષય પર જનજાગૃતિ વર્કશોપ યોજાયો હોય, જેમાં વિદ્યાર્થીનીઓના જીવનમાં આરોગ્યપ્રદ અને સંયમિત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો…
આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને નિમિત્ત અને સંયમિત આહાર, નિયમિત કસરત, જીવનશૈલીમાં કરવાના સરળ ફેરફાર તેમજ મેદસ્વિતાથી થતા આરોગ્ય સંબંધી જોખમોની માહિતી વ્યાખ્યાતા ડૉ. હુસેનભાઈ શેરશિયા દ્વારા આપી યોગ અને દિનચર્યાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો….
આ સાથે જ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક અભિગમથી વર્કશોપમાં વિદ્યાર્થીઓને સમજૂતી ભર્યું માર્ગદર્શન અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ શિખવવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ 9 થી 12ના કુલ 164 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો….