
વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર અમરસિંહજી મિલની સામે ચાની હોટલ પાસે ઉભેલા ફરિયાદી જ્યેન્દ્રસિંહ મધુભા ઝાલાને આરોપી ઉત્તમસિંહ ભગિરથસિંહ ગોહિલ (રહે. સ્વપ્નલોક સોસાયટી, વાંકાનેર) સાથે અગાઉ સામાન્ય બોલચાલી થયેલ હોય, જેનો ખાર રાખી ફરિયાદી ચાની હોટલે ઉભા હોય ત્યારે અચાનક છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે….




