વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી 275 લીટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો આથો 2600 લીટર તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો સહિત કુલ રૂ. 1,31,8000નો મુદ્દામાલ ઝડપી પાડયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે દરોડો પાડી સ્થળ પરથી 275 લીટર દેશી દારૂ (કિ. રૂ. ૫૫,૦૦૦), 2600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિ. રૂ. ૬૫,૦૦૦) તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો સહિત કુલ રૂ . 1,31,800 નો મુદ્દામાલ જપ્ત કરી ભઠ્ઠી સંચાલક મનિષભાઇ ઉર્ફે મનોજભાઇ રામજીભાઇ મકવાણા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…