Saturday, July 19, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ભંગાર રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર...

    વાંકાનેર પંથકમાં ભંગાર રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી….

    વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી વાંકાનેર શહેર અને તાલુકાની વિવિધ સમસ્યાઓ બાબતે રજૂઆતો કરી આગામી દિવસોમાં આ સમસ્યાઓ નિરાકરણ ન થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે….

    કોંગ્રેસ દ્વારા પોતાની રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ-રસ્તા, રતીદેવડી-પંચાસર વચ્ચે મચ્છુ નદીનો તુટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોને પડતી હાલાકી દુર કરવા માંગ કરી હતી. આ સાથે જ જડેશ્વર રોડ અને અમરસર રોડના નબળા કામ, વાંકાનેર શહેરના બિસ્માર રોડ-રસ્તા, જેમાં પણ દાણાપીઠ ચોકથી કોલેજ અને હાઇવેથી દાણાપીઠ ચોક સુધીનો ભંગાર રોડ, મિલપ્લોટ-વીશીપરા રોડ, દુષિત પાણી વિતરણ, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને તૂટેલા ઢાંકણા, તથા આશીયાના સોસાયટી અને ગુલાબનગર સહિતના ઓજી વિસ્તારોમાં પીવાનું પાણી આપવા બાબતે ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવા માંગ કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે….

    આ તકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જિલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, ઈસ્માઈલભાઈ બાદી, કરશનભાઈ લુંભાણી, માર્કેટ યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા, ઉપપ્રમુખ નાથાભાઈ ગોરિયા, પૂર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, રાજકોટ જિલ્લા સંઘ ડિરેક્ટર હુસેનભાઈ મંત્રી, ડિરેક્ટર અબ્દુલભાઈ બાદી, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલિયા, તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પરમાર, યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવાળા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ડૉ. રૂકમુદ્દીન માથકીયા, કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર, હાસમભાઈ બાંભણીયા, હસન બક્ષીભાઈ, નવીનભાઈ વોરા, માનસુરભાઈ બેડવા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!