પાંચદ્વારકાની ફરજાનાબાનું પરાસરાએ ગ્રુપ-એ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી જામનગર કલેકટર કચેરીમાં નોકરી મેળવી તો વાલાસણના દુર્વેશઅલી કડીવારએ સીએની પરીક્ષા પાસ કરી….
સખત મહેનત અને પરિશ્રમ બાદ જ સફળતા મેળવી શકાય છે, આ યુક્તિને વાંકાનેરના બે સિતારાએ સાર્થક કરી બતાવી છે, જેમાં વાંકાનેરના વાલાસણ ગામના યુવાનએ અંત્યત કઠીન મનાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષા જેની સફળતાનો રેશ્યો ફક્ત 18.75% હોય તેમાં પ્રથમ પ્રયત્નમાં જ પાસ થઇ જ્વલંત સફળતા મેળવી છે, જ્યારે બીજામાં પાંચદ્વારકા ગામની દિકરીએ સતત ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ બેસી ન રહી પોતાના ગોલ તરફ આગળ વધી ચોથી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી જામનગર કલેકટર કચેરીમાં પોસ્ટીંગ મેળવી સફળતાના શિખરો સર કર્યા છે….
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દુર્વેશઅલી કડીવાર….
વાંકાનેરના વાલાસણ ગામના વતની અને સામાન્ય પરિવારના ખેડૂત પુત્ર એવા દુર્વેશઅલી ઇસ્માઈલભાઈ કડીવારએ તાજેતરમાં જાહેર થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષાના ફાયનલ પરિણામમાં પોતાની મહેનત અને અથાગ પરિશ્રમ-પ્રયત્નોથી પાસ થઇ અત્યંત કઠીન મનાતી સીએની પરીક્ષા પાસ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી સમગ્ર વાંકાનેર પંથક માટે ગૌરવવંત બન્યા છે….
સતત ત્રણ બાદ ચોથી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સફળતા મેળવનાર ફરજાનાબાનું પરાસરા….
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની દિકરી ફરજાનાબાનું રસુલભાઈ પરાસરાએ સતત ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવ્યા બાદ આગળ વધી ચોથા પ્રયાસમાં તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ગ્રુપ-એ પદ માટે પસંદગી મેળવી જામનગર કલેકટર કચેરી ખાતે પોસ્ટીંગ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…..