વાંકાનેર-કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે સિંધાવદર આસોઇ નદી પર આવેલ મેજર બ્રીજ લાંબા સમયથી જર્જરીત હોય જેનું તંત્ર દ્વારા તાજેતરમાં જ સમારકામ પુર્ણ કરાયા બાદ હવે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા આ પુલ પરથી હેવી વાહનોના વહન પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે….
મોરબી જીલ્લા કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વાંકાનેર-કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રીજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી, રાજકોટ અને વાંકાનેર તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી ડાયવર્ટ કરવા જણાવી પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાંની જોગવાઈના અમલમાંથી મુક્તિ આપવામાં જણાવાયું છે….