વાંકાનેરના જાલિડા ગામની સીમમાં આવેલ કારખાનામાં અમદાવાદની કંપનીના ભળતા નામે લોખંડના સળીયા બનાવતા હોય, જે મામલે જાલીડા કારખાનામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડો પાડી રૂ. 32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા અને રૂદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ લિમિટેડ કાળીયાબીડ ભાવનગર નામની કંપનીમાં હેડ મીડિયા અને એડવર્ટાઈઝિંગ તરીકે ફરજ બજાવતા આદિત્ય અમરીશભાઈ નાગરએ રાજકોટના કુંભારવાડામાં રહેતા યામીન મહમદભાઈ ગાંજા અને અમદાવાદ રહેતા કનૈયાલાલ તુલસીદાસ પટેલ સામે કોપીરાઈટ ભંગ સબબ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હોય,
જેમાં ફરિયાદીની કંપની રૂદ્રા ટીએમટી લોખંડના સળીયા બનાવતી હોય, ત્યારે વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં ફરિયાદીની કંપનીના ભળતા નામ રૂદ્રાક્ષ ટીએમટી નામે સળીયા બનાવી વેચાણ કરતા આ ઉત્પાદન કે વેચાણ અંગે કારખાનેદાર દ્વારા કોઈ કોપીરાઈટ લીધા ન હોય, જેથી રાજકોટ સીઆઇડી ક્રાઈમ ટીમ દ્વારા વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં તપાસ કરી 32.30 લાખનો મુદામાલ કબ્જે કરી બંને ઇસમો સામે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….