ખીજડીયા, હોલમઢ અને ધમાલપર ગામના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ….

ભારત સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે….

વાંકાનેર તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ એસેસરો દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ સેવાઓ જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ તેમજ બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ જેમ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેંદ્રીત સેવાઓની ઉપલબ્ધ્તાઓ,સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી અને અન્ય તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા – ૯૫.૧૬%, હોલમઢ – ૯૫.૯૭% અને ધમાલપર – ૯૪.૩૫% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે….



