મોરબી જિલ્લામાં ગેરકાયદેસર દવાઓ અને નશાકારક દવાઓના વેચાણ આજરોજ મોરબી જિલ્લા પોલીસ ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી જીલ્લામાં શાળા તથા કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલ 61 જેટલા મેડીકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું…

મોરબી જિલ્લામાં આવેલ વિવિધ શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ તેમજ શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગર ન વેંચી શકાય તેવી દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તે બાબતે મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કરવા અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ 22 ટીમો બનાવી મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા વિસ્તારમાં કુલ 61 જેટલા મેડીકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવા બાબતે ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….



