પંચાસીયામાં સામા પ્રવાહમાં ઉપસરપંચ પદે ઇરફાનભાઇ ચૌધરી વિજેતા…: 11 પૈકી ત્રણ ગામોમાં ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઇ, આઠમા બિનહરીફ નિમણૂક….

તાજેતરમાં જ વાંકાનેર તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિસર્જિત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં સરપંચ પદ માટે ચૂંટણી જંગ પૂર્ણ થયા બાદ આજરોજ બુધવારે આ તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં 11 પૈકી પંચાસીયા, કાશીપર અને પલાસડી ગામોમાં ઉપસરપંચો માટે ચૂંટણી યોજાઇ હોય, જ્યારે અન્ય આઠ ગામોમાં ઉપસરપંચોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે…

વાંકાનેર તાલુકાના 11 ગામોના નવનિયુક્ત ઉપસરપંચોની યાદી…
૧). પંચાસીયા : ઇરફાનભાઈ હુસેનભાઇ ચૌધરી *
૨). પલાસડી : સરસ્વતીબેન મનુભાઈ પારેજીયા *
૩). કાશીપર-ચાંચડીયા : ભારતીબેન સંજયભાઈ ધોરીયા *
૪). સિંધાવદર : સુફીયાબેન એમ. પરાસરા
૫). પીપળીયા રાજ : રસુલભાઈ વલીભાઈ ભોરણીયા
૬). ભાટીયા : રેશ્માબેન નિઝામુદ્દીનભાઈ (સદામભાઈ) શેરસીયા
૭). ચંદ્રપુર : ફીરોજાબેન ઈરફાનભાઈ ખોરજીયા
૮). ભાયાતી જાંબુડીયા : મહાવિરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા
૯). ગારીયા : રૂપાબા લક્કીરાજસિંહ વાળા
૧૦). ધરમનગર : મંજુબેન કાનાભાઇ સોડમીયા
૧૧). ભેરડા : સંગીતાબેન લાલજીભાઈ વાઘેલા

અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ ઉપસરપંચ માટે ત્રણ ગામોમાં યોજાયેલ ચૂંટણીમાં એકમાત્ર પંચાસીયામાં રસપ્રદ ચુંટણી વચ્ચે ઉપસરપંચ પદે સરપંચ પેનલ સામે વિરોધી પેનલમાંથી ઇરફાનભાઇ ચૌધરી (પુર્વ સરપંચ) નો 6 સામે 5 મતોથી વિજય થયો હતો. જ્યારે કાશીપર અને પલાસાડીમાં નિરસ અને એક તરફી ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી….



