વાંકાનેર પંથકમાં આજરોજ રવિવારે સવારથી જ મેઘરાજા અવિરત અમી કૃપા વરસાવી રહ્યા છે, ત્યારે વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ઉપરવાસમાં ઓછા વરસાદ વચ્ચે પણ ડેમમાં નવા નીરની આવક થતાં મચ્છુ ડેમની જળસપાટી 46 ફુટે પહોંચી છે, જેનાથી ડેમ ઓવરફ્લો થવામાં ત્રણ ફુટ બાકી રહ્યો છે…
હાલ વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં કુલ 72.33 % જેટલા પાણીનો સંગ્રહ થયો છે, જેમાં આગામી મેઘરાજાની મહેર અવિરત જળવાઇ રહે તો સતત સાતમા વર્ષે મચ્છુ ડેમ ઓવરફ્લો થઇ શકે છે. મચ્છુ ડેમની સાઈટ પર આજરોજ કુલ 29 મીમી (1.14 ઈંચ ) વરસાદ નોંધાયો છે, જેનાથી સિઝનનો કુલ વરસાદ 15.60 ઈંચ થયો છે…