
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નંબર 10 ખાતે રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ. 54) નામના આધેડને બીપી અને ડાયાબિટીસની બીમારી હોય દરમ્યાન રાત્રીના ઉલ્ટી, ઉધરસ તથા શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…




